કાનની પીડા ની સમસ્યા દૂર કરવા અચૂક ઘરેલુ નુસ્ખા:
કાનની પીડા ની સમસ્યા દૂર કરવા અચૂક ઘરેલુ નુસ્ખા:૨) આદુનો રસ સહેજ ગરમ કરી કાનમાં નાખવાથી ચસકા મટે છે.
૩) મધનાં ટીપાં કાનમાં નાખવાથી કાનનો દુઃખાવો અને રસી મટે છે.
૪) તલના તેલમાં હીંગ નાંખી ઉકાળી તે તેલનાં ટીપા કાનમાં નાખવાથી દુઃખાવો મટે છે.
૫) તુલસીના રસના ટીપાં કાનમાં નાખવાથી કાનનો દુઃખાવો અને સડકા મટે છે અને પરૂ નીકળતું હોય તે મટે છે.
૬) કાંદાનો રસ અને મધ મેળવી તેનાં ટીપાં નાખવાથી કાનના સડકા મટે છે અને પરૂ નીકળતું હોય તે મટે છે.
૭) નાગરવેલ પાનનો રસ ગરમ કરી તેના ટીપાં નાખવાથી કાનના સડકાં અને દુઃખાવો મટે છે.
૮) આંબાના પાનનો રસ ગરમ કરી તેનાં ટીપાં નાખવાથી કાનના સડકા અને દુઃખાવો મટે છે.
૯) ફુલાવેલી ફટકડી અને હળદર ભેગી કરી કાનમાં નાખવાથી કાન પાક્યો હોય અને રસી નીકળતી હોય તો તે મટે છે.
૧૦) વરિયાળી અધ્કચરી વાટીને પાણીમાં ખૂબ ઉકાળો. તે પાણીને વરાળ દુઃખતા કાન પર લેવાથી કાનની બહેરાશ, કાનના દર્દ અને કાનમાં થતો અવાજ મટે છે.
૧૧) તેલમાં થોડી રાઈ વાટીને કાનના સોજા પર લેપ કરવાથી સોજો મટે છે.
૧૨) કાનમાં કોઈ જીવજંતુ ગયું હોય તો સરસિયાના તેલના ટીપાં નાખવાથી તે મરી જાય છે.
૧૩) સફેદ કાંદાના રસના ટીપાં રોજ બે વખત કાનમાં નાખવાથી બહેરાશ મટે છે.
૧૪) કાનમાં બગાઈ, કાનખજુરો જેવા જીવજંતુ ગયા હોય તો મધ અને તેલ ભેગા કરી કાનમાં ટીપાં નાખવાથી ફાયદો થાય છે, કાનનું શૂળ અને રસી પણ મટે છે.
૧૫) કાન દુઃખતો હોય તો મૂળાના પાનનો રસ સહેજ ગરમ કરી કાનમાં નાખવાથી દુઃખાવો અને ચસકા મટે છે.



0 ટિપ્પણીઓ