Header Ads Widget

Responsive Advertisement

કમરનો દુઃખાવો- સંધીવા | ઘરેલુ નુસ્ખે | BACK PAIN | HOME REMEDIES

 કમરનો દુઃખાવો- સંધિવા ની સમસ્યા દૂર કરવા અચૂક ઘરેલુ નુસ્ખા:


 કમરનો દુઃખાવો- સંધિવા ની સમસ્યા દૂર કરવા અચૂક ઘરેલુ નુસ્ખા:

૧) અજમો અને ગોળ સરખે ભાગે મેળવી સવાર સાંજ ખાવાથી કમરનો  દુઃખાવો મટે છે.

૨) સૂંઠ અને ગોખરૂ સરખે ભાગે લઈ તેનો ઉકાળો કરી રોજ સવારે પીવાથી કમરનો દુઃખાવો મટે છે.

૩) સૂંઠનું ચૂર્ણ ગરમ પાણી સાથે ફાવાથી કમરનો દુઃખાવો મટે છે.

૪) ખજુરની પાંચ પેશીઓ ઉકાળો કરી તેમાં અડધો તોલો મેથી નાખી પીવાથી કમરનો દુઃખાવો મટે છે.

૫) સૂંઠ, લસણ, અજમો અને રાઈ નાખીને તેલ ગરમ કરી તેનું માલીશ કરવાથી કમરનો દુઃખાવો મટે છે.

૬) રાઈ ના તેલ સાથે કાંદાનો રસ મેળવીને માલીશ કરવાથી સંધિવાનો દુઃખાવો મટે છે.

૭) આદુના રસમાં સહેજ મીઠું નાખી તેનાથી માલીશ કરવાથી સંધિવાનો દુઃખાવો મટે છે.


૮) લવીંગનું તેલ ઘસવાથી સંધિવાનો દુઃખાવો મટે છે.

૯) જીરૂ, હિંગ અને સિંધવની ફાકી ઘી સાથે લેવાથી દુઃખાવો મટે છે.

૧૦) એક ચમચી શેકેલી હિંગ થોડા ગરમ પાણીમાં પીવાથી પડખનો દુઃખાવો મટે છે.

૧૧) દોઢ બે તોલા મેથી રોજ ફાકવાથી વા મટે છે.

૧૨) તાંબા ના વાસણમાં આખી રાત રાખેલું પાણી સવારે નરણે કોઠે પીવાથી સંધિવા માં ફાયદો થાય.

૧૩) કાચા બટાકા ના છાલ કાઢ્યા વગર ટુકડા કરી તેનો રસ કાઢી તરતજ પીવથી સંધિવા માં ઘણો ફાયદો થાય છે.

૧૪) સાંધાના દુખવામાં કેરોસીન જરા ગરમ કરી માલીશ કરો.

૧૫) ૧૦ ગ્રામ ધાણા અને ત્રણ ગ્રામ સૂંઠ લઈ વાટી તેનો ઉકાળો બનાવી તેમાં મધ નાખી પીવાથી પડખાનો દુઃખાવો તથા છાતીનો દુઃખાવો મટે છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ