કબજીયાત ની સમસ્યા દૂર કરવા અચૂક ઘરેલુ નુસ્ખા:
કબજીયાત ની સમસ્યા દૂર કરવા અચૂક ઘરેલુ નુસ્ખા:
૧) અજમો અને સોનામુખીનું ચૂર્ણ હુંફાળા ગરમ પાણી સાથે લેવાથી કબજીયાત મટે છે.
૨) પાકા ટામેટાનો એક કપ રસ પીવાથી આંતરડાનો મળ છૂટો પડી કબજીયાત મટે છે.
૩) નર નાં કોઠે સવારમાં થોડું ગરમ પાણી પીવાથી કબજીયાત મટે છે.
૪) રાત્રે સહેજ ગરમ કરેલા પાણીમાં થોડું મીઠુ નાખી પીવાથી કજીયાત મટે છે.
૫) લીંબુનો રસ ઠંડા અથવા ગરમ પાણી માં સવારે અને રાત્રે પીવાથી કબજીયાત મટે છે.
૬) ગરમ પાણીમાં એક ચમચી આદુનો રસ, એક ચમચી લીંબુનો રસ ને બે ચમચી મધ મેળવી પીવાથી કબજીયાત મટે છે.
૭) ખજુર ને રાત્રે પલાળી રાખી સવારે મસળી, ગાળી ને પાણી પીવાથી કબજીયાત મટે છે.
૮) કાળી દ્રાક્ષ ને રાત્રે ઠંડા પાણી માં પલાળી રાખી સવારે દ્રાક્ષ ને મસળી ગાળી તે પાણી પીવાથી કબજીયાત મટે છે.
૯) રાત્રે સુતી વખતે એકાદ બે સંતરા ખાવાથી કબજીયાત મટે છે.
૧૦) ચાર ગ્રામ હરડે ને એક ગ્રામ તજ, સો ગ્રામ પાણીમાં ગરમ કરી તે ઉકાળો રાત્રે તથા સવારના પહોરમાં પીવાથી કબજીયાત મટે છે.
૧૧) ત્રણ ગ્રામ મેથી નું ચૂર્ણ સવાર સાંજ ગોળ અને પાણી સાથે લેવાથી કબજીયાત મટે છે.
૧૨) રોજ સવારે એક ગ્લાસ ઠંડા પાણીમાં અને રાત્રે દૂધમાં બે ચમચી મધ મેળવી ને પીવાથી કબજીયાત મટે છે.
૧૩) અજમનાં ચૂર્ણ માં અંચોરો નાખી ફાકવાથી કબજીયાત મટે છે.
૧૪) તુલસીના ઉકાળામાં સિંધવ અને સૂંઠ મેળવી ફાકવાથી કબજીયાત મટે છે.
૧૫) જાયફડ લીંબુના રસમાં ઘસીને તે ઘસારો લેવાથી કબજીયાત મટે છે.
૧૬) જમ્યા પછી એકાદ કલાકે ત્રણ થી પાંચ હીમેજ ખૂબ ચાવીને ખાવાથી કબજીયાત મટે છે.
૧૭) કાંદાને ગરમ રાખમાં શેકી રોજ સવારે ખાવાથી કબજીયાત મટે છે અને શક્તિ વધે છે.
૧૮) કબજીયાત હોય અને ભૂખ ઓછી લાગતી હોય તો સૂંઠ, પીપર, જીરૂ, સિંધાલું, કાળા મરી સરખે ભાગે લઈ બારીક વાટી ચૂર્ણ બનાવી બે ગ્રામ દરરોજ જમ્યા પછી લો.
૧૯) દૂધ અથવા નવશેકા પાણી સાથે ચપટી વરિયાળી રોજ ફાકવાથી કબજીયાત દૂર થાય છે.
૨૦) એક ચમચી જીરૂ ને એક ગ્લાસ પાણીમાં આખી રાત પલાળી રાખી સવારે ગાળી ને પાણી પીવાથી કબજીયાત મટે છે.



0 ટિપ્પણીઓ